Skip to main content

Posts

નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું.

   નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું. UPSC CSE 2025નું પરિણામ જાહેર થતાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાંદરખા ગામના યુવાન મિહિર રાજેન્દ્રભાઈ પટેલે ઓલ ઈન્ડિયા રેન્ક 709 મેળવી નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હાલ તેઓ સુરતના ઉધના ખાતે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ગ્રેડ-1, વર્ગ-3 તરીકે ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરી સાથે સતત મહેનત કરીને તેમણે પાંચમા પ્રયાસે UPSC જેવી કઠિન પરીક્ષા પાસ કરી છે. મિહિરે 2020માં વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં બી.ઈ. પૂર્ણ કર્યા બાદ અમદાવાદની SPIPA સંસ્થામાં પ્રવેશ લઈને UPSCની તૈયારી શરૂ કરી હતી. શિસ્તબદ્ધ અભ્યાસ, સકારાત્મક વિચારસરણી અને સતત પ્રયત્નોથી તેમણે આ સફળતા હાંસલ કરી છે. મિહિર પટેલની આ સિદ્ધિથી તેમના પરિવારજનો, મિત્રો અને સમગ્ર નવસારી જિલ્લામાં ખુશીની લાગણી ફેલાઈ છે. યુવાનો માટે તેમની સફળતા પ્રેરણારૂપ બની છે. 🎉 #UPSC2025 #NavsariPride #MihirPatel #GujaratUPSC #SuccessStory

નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું.

   નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું. UPSC CSE 2025નું પરિણામ જાહેર થતાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાંદરખા ગામના યુવાન મિહિર રાજેન્દ્રભાઈ પટેલે ઓલ ઈન્ડિયા રેન્ક 709 મેળવી નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હાલ તેઓ સુરતના ઉધના ખાતે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ગ્રેડ-1, વર્ગ-3 તરીકે ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરી સાથે સતત મહેનત કરીને તેમણે પાંચમા પ્રયાસે UPSC જેવી કઠિન પરીક્ષા પાસ કરી છે. મિહિરે 2020માં વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં બી.ઈ. પૂર્ણ કર્યા બાદ અમદાવાદની SPIPA સંસ્થામાં પ્રવેશ લઈને UPSCની તૈયારી શરૂ કરી હતી. શિસ્તબદ્ધ અભ્યાસ, સકારાત્મક વિચારસરણી અને સતત પ્રયત્નોથી તેમણે આ સફળતા હાંસલ કરી છે. મિહિર પટેલની આ સિદ્ધિથી તેમના પરિવારજનો, મિત્રો અને સમગ્ર નવસારી જિલ્લામાં ખુશીની લાગણી ફેલાઈ છે. યુવાનો માટે તેમની સફળતા પ્રેરણારૂપ બની છે. 🎉 #UPSC2025 #NavsariPride #MihirPatel #GujaratUPSC #SuccessStory

Toranvera અને Dhamdhuma ગામે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત

Toranvera અને Dhamdhuma ગામે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત ખેરગામ તાલુકાના તોરણવેરા અને ધામધૂમા ગામોમાં વિકાસલક્ષી કાર્યોને ગતિ આપવા વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા. આ અંતર્ગત ધામધૂમા ગામમાં ડામર રોડનું કામ, તોરણવેરા ગામમાં બસ સ્ટેન્ડનું નિર્માણ, સ્મશાનભૂમિ અને શેડનું કામ તેમજ તોરણવેરા નાળાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેરગામ તાલુકા પ્રમુખ રાજેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા ભાજપ પ્રમુખ લીતેશભાઈ ગાંવિત, ખેરગામ મહામંત્રી વિજયભાઈ રાઠોડ, નવસારી જિલ્લા આદિવાસી મોર્ચાના મહામંત્રી પ્રશાંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં તોરણવેરા ગામના સરપંચ સુનિલભાઈ દભાડિયા, ધામધૂમા ગામના સરપંચ રતિલાલભાઈ, ખેરગામ ડેપ્યુટી સરપંચ તથા પત્રકાર જીગ્નેશભાઈ, તાલુકા સભ્ય ગમનભાઈ હુડકિયા, તોરણવેરા ભાજપ આગેવાન ભાવેશભાઈ વાઢુ, ગૌરી ગામના સરપંચ પ્રકાશભાઈ સહિત ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિકાસ કાર્યોને શુભેચ્છા પાઠવી હતી.

ખેરગામમાં ડ્રીમ પેટ્રોલિયમની ‘ફીલ એન્ડ વિન’ સ્કીમમાં 200 ઇનામોનું વિતરણ.

ખેરગામમાં ડ્રીમ પેટ્રોલિયમની ‘ફીલ એન્ડ વિન’ સ્કીમમાં 200 ઇનામોનું વિતરણ. ખેરગામ ખાતે આવેલ ડ્રીમ પેટ્રોલિયમ CNG અને ફ્યુઅલ પંપ દ્વારા સફળતાપૂર્વક 14 વર્ષ પૂર્ણ થતાં ગ્રાહકો માટે “ફીલ એન્ડ વિન” સ્કીમ અંતર્ગત ભવ્ય ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલ 200 જેટલા આકર્ષક ઇનામોના ખજાનામાંથી લકી ડ્રો દ્વારા વિજેતાઓની પસંદગી કરી તેમને એન્ડ્રોઇડ ટીવી, ફાસ્ટટ્રેક વૉચ સહિત વિવિધ યુવા ઉપયોગી ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ, ભાજપ મહામંત્રીશ્રી વિજયભાઈ, ડેપ્યુટી સરપંચશ્રી જીજ્ઞેશભાઈ, ભાજપ ઉપપ્રમુખશ્રી શૈલેષભાઈ, લઘુમતી મોરચાના પ્રમુખશ્રી મુશ્તાનભાઈ, બ્રહ્મસમાજ પ્રમુખશ્રી અંકુરભાઈ, તેમજ પત્રકાર મિત્રો આશિફભાઈ શેખ, વિનોદભાઈ અને આશીષ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પત્રકારશ્રી હર્ષદભાઈ આહિર તથા તેમના પરિવારજનો ધ્યાનમ, વરા અને કેતના હર્ષદભાઈ આહિર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને આનંદના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. 🌷🌹

વેણ ફળિયા ક્રિકેટ પ્રીમિયર લીગ–2026નું ભવ્ય આયોજન, નિકુંજ ઇલેવન બની વિજેતા.

     વેણ ફળિયા ક્રિકેટ પ્રીમિયર લીગ–2026નું ભવ્ય આયોજન, નિકુંજ ઇલેવન બની વિજેતા. તા. 05 માર્ચ 2026ના રોજ ખેરગામના વેણ ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે  VEN FALIYA Cricket Premier League – 2026 નું ભવ્ય અને ઉત્સાહપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં એકતા, ભાઈચારો અને રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધે તે શુભ આશય સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વેણ ફળિયાના નવયુવક રણજીતભાઈ પટેલ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું સતત નવમી વખત સફળ આયોજન કરવામાં આવ્યું છે, જે ગામના યુવાનો માટે ગૌરવની બાબત બની છે. આ પ્રસંગે ખેરગામ તાલુકાના યુવા આદિવાસી સામાજિક કાર્યકર આશિષ પટેલે કાર્યક્રમને સંપૂર્ણ અનુમોદન આપ્યું હતું. તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી ગામના યુવાનો વિવિધ સામાજિક, રમતગમત અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક જોડાતા રહે છે, જે ગામના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ગામના આગેવાનો ગુલાબભાઈ પટેલ, આશિષભાઈ પટેલ, ડૉ. પંકજભાઈ પટેલ, નિકુંજભાઈ પટેલ અને જયેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાનો અને યુવાનોની મોટી સંખ્યામાં ઉ...

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ

 ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ ખેરગામ તાલુકાના રામજી મંદિરમાં જિલ્લા પંચાયત સ્વભંડોળ ગ્રાન્ટથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકરે આયુષ શાખાની કામગીરી વિશે માહિતી આપી. આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયાએ આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવેલી. વૈધ વંદનાબેન પટેલે કેમ્પનું ઉદ્ઘાટન કર્યું. આયુષ મેળામાં તાલુકા પંચાયત સભ્યો, અધિકારીઓ, ગ્રામ પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આયુર્વેદ તથા હોમિયોપેથી પદ્ધતિથી નિદાન, સારવાર અને દવા વિતરણ કરવામાં આવ્યું. આ મેળાનો કુલ ૩૮૧ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આયુષ મેળામાં કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિભાબેન પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયા, જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકર, આયુર્વેદ મેડિકલ ઓફિસર વૈધ વંદનાબેન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રજ્ઞેશભાઈ દેસાઈ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાંડાવાલા, રામજી મંદિરના ટ્રસ્ટી અરવિંદભાઈ ચૌહાણ, સરપંચ ઝરણાબેન પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપ...

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી.

     નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી. તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ  માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ  ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ  કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં  ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી  છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની...

બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ

 બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રાજ્યકક્ષાની એથ્લેટિક્સમાં વિજયદોડ! નેશનલ સ્તરે જશે પ્રેઝીબેન આહિર અને તેમની ટીમ ખેરગામ, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૫:** ખેરગામ તાલુકાના રૂઝવણી ગામની બહેજ પ્રાથમિક શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ વ્યારા સ્પોર્ટ્સ શાળામાં તૈયારી કરતી પ્રેઝીબેન ધનસુખભાઈ આહિર તથા તેમની ટીમે અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવની રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને તમામને ગર્વ અનુભવાડ્યો છે. ગઈ કાલે નડિયાદ ખાતે આયોજિત આ સ્પર્ધામાં તેઓએ ૪ બાય ૪૦૦ મીટર રિલે દોડમાં પ્રથમ ક્રમ મેળવીને ખેરગામ તાલુકા, બહેજ પ્રાથમિક શાળા, રૂઝવણી ગામ તથા આહિર સમાજનું ગૌરવ વધાર્યું છે. આ વિજયથી પ્રોત્સાહિત થઈને તેઓ હવે નેશનલ સ્તરની સ્પર્ધામાં ભાગ લેશે. પ્રેઝીબેનની આ અદ્ભુત સિદ્ધિમાં તેમની ટીમના સાથીઓનો અમુલ્ય ફાળો છે. તેમની સાથે રવિના સેરવા, મિત્તલ રાઉત અને પ્રિયાંશી ગાવિતે પણ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વળી, તેમના કોચ પિન્કલ આહિરનું માર્ગદર્શન અને તૈયારીનું યોગદાન આ વિજયનું મુખ્ય કારણ રહ્યું છે. આ ટીમના સંયુક્ત પ્રયાસથી ગુજરાતના યુવા પેઢીમાં રમતગમતનો ચમત્કાર વધુ વિસ્તરશે. ...

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા.

  ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી  થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર  તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના  ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શાળા) અને અમ્રતભાઈ પટેલ (સ...

નેઈલ કટર પ્રોજેક્ટ: આદિવાસી બાળકોના આરોગ્યમાં નાનું પગલું, મોટી ક્રાંતિ

  નેઈલ કટર પ્રોજેક્ટ: આદિવાસી બાળકોના આરોગ્યમાં નાનું પગલું, મોટી ક્રાંતિ                   કુમારશાળા ખેરગામ, જિ. નવસારી  આજના ઝડપી જીવનમાં સ્વચ્છતા અને આરોગ્યનું મહત્વ અનિર્વાચનીય છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં, જ્યાં મૂળભૂત સુવિધાઓની અભાવને કારણે બાળકોનું આરોગ્ય જોખમમાં મુકાય છે, ત્યાં નાની-નાની પહેલો મોટા પરિવર્તનો લાવી શકે છે. જીવનતીર્થ સંસ્થા, ગાંધીનગર તરફથી શરૂ થયેલું 'ધી નેઈલ કટર પ્રોજેક્ટ' એવી જ એક પહેલ છે. આ પ્રોજેક્ટ WASH (વોટર, સેન્ટ્રેશન એન્ડ હાઈજીન) અભિયાનનો ભાગ છે, જે વર્તન પરિવર્તન દ્વારા આરોગ્ય સુધારવા પર કેન્દ્રિત છે. પ્રોજેક્ટનું મુખ્ય ધ્યેય છે ૧,૦૦,૦૦૦ આદિવાસી બાળકોને નેઈલ કટરનું વિતરણ કરવાનું. પરંતુ, કેટલાક જિલ્લાઓમાં ટાર્ગેટ વહેલી તકે પૂર્ણ થતાં, હવે આ સંખ્યા ૧૦,૦૦,૦૦૦ સુધી વધારવામાં આવી છે! આ વિતરણ ૧૪ આદિવાસી તાલુકાઓની ૧,૦૦૦ શાળાઓમાં થશે, જેમાં બાળક દીઠ માત્ર ₹૧૪.૫૦ની નજીવી કિંમતે થઈ રહ્યું છે. આ સાથે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવે છે, જેમાં પુર્વે, પોસ્ટર અને વર્કશોપ દ્વારા નખ કાપવાનું મહત્વ,  ચેપી રોગ...

સમગ્ર શિક્ષા ગુજરાતના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે. રણજીત કુમારની ચીખલી તાલુકાની શાળાઓની મુલાકાત: એક પ્રેરણાદાયી પગલું.

    સમગ્ર શિક્ષા ગુજરાતના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે. રણજીત કુમારની ચીખલી તાલુકાની શાળાઓની મુલાકાત: એક પ્રેરણાદાયી પગલું. આજના ઝડપી વિશ્વમાં શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવી એ દરેક સરકારી અધિકારીની પ્રાથમિકતા છે. તારીખ ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ, માનનીય શ્રી જે. રણજીત કુમાર સાહેબ (આઈ.એ.એસ.), સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા ચીખલી તાલુકાની વિવિધ શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં શૈક્ષણિક કાર્યો, ભૌતિક સુવિધાઓ, શિક્ષણની વિવિધ યોજનાઓ, મધ્યાહ્ન ભોજન (એમડીએમ) અને અન્ય બાબતોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું. આ પ્રકારની મુલાકાતો શિક્ષણની ગુણવત્તા વધારવા અને વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. શ્રી રણજીત કુમારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને તેમના અનુભવો અને સુઝાવો મેળવ્યા. આવી વાતચીતથી શિક્ષણ વ્યવસ્થામાં જરૂરી સુધારાઓને વેગ મળે છે. સમગ્ર શિક્ષા ગુજરાત કાર્યાલય તરફથી આ પ્રકારની મુલાકાતો નિયમિતપણે કરવામાં આવે છે, જેથી રાજ્યમાં શિક્ષણને વધુ અસરકારક બનાવી શકાય. આ મુલાકાતના કેન્દ્રમાં રહેલા શ્રી જે. રણજીત કુમ...

Popular posts from this blog

Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક.

    Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક. આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે. ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ :  ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી...

પત્ની પર શંકા મુકતા પતિનું વ્યક્તિત્વ અને સમાજ પર તેનો પ્રભાવ

  પત્ની પર શંકા મુકતા પતિનું વ્યક્તિત્વ અને સમાજ પર તેનો પ્રભાવ આજના સમાજમાં સંબંધોની મજબૂતી માટે પરસ્પર વિશ્વાસ અને સન્માન સૌથી મહત્વપૂર્ણ છે. પરંતુ જ્યારે પતિ પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવે કે "આ બાળક મારું નથી, પણ તારા પપ્પાનું છે," ત્યારે એ માત્ર એક દંપતી નહીં, પણ સમગ્ર કુટુંબ અને સમાજ માટે વિચલિત કરનાર ઘટના બની શકે. 1. આવા પુરુષનું માનસશાસ્ત્ર: આ પ્રકારના પુરુષને વિવિધ કેટેગરીમાં મૂકી શકાય: 1. શંકાસ્પદ અને અસુરક્ષિત: આવા લોકો પોતાની પત્ની પર અવિશ્વાસ રાખે છે અને સામાન્ય બાબતોમાં પણ શંકા કરે છે. તેઓના મનમાં હંમેશાં કોઈકને કોઈ શંકા ગૂંથાયેલી હોય છે. 2. પિતૃત્વ અને આધિપત્યની ભ્રાંતિ ધરાવતો: એવા પુરુષોને લાગે છે કે પત્ની પર એક માત્ર તેમનું અધિકાર છે. જ્યારે પત્ની તેમની અપેક્ષા મુજબ વર્તન ન કરે, ત્યારે તેઓ તેને અપમાનિત કરવા માટે આવા શબ્દો વાપરે છે. 3. હિંસક અને માનસિક દુર્વ્યવહાર કરનારો: કેટલાક પતિઓ આ પ્રકારના આરોપ લગાવીને પત્ની પર માનસિક અથવા શારીરિક હિંસા કરવા માટે માનસિક રીતે તૈયાર રહે છે. 2. આવા પુરુષને શું કહેવું જોઈએ? "જો તમને શંકા હોય, તો તમા...

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

    વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી ર...