નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું. UPSC CSE 2025નું પરિણામ જાહેર થતાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાંદરખા ગામના યુવાન મિહિર રાજેન્દ્રભાઈ પટેલે ઓલ ઈન્ડિયા રેન્ક 709 મેળવી નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હાલ તેઓ સુરતના ઉધના ખાતે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ગ્રેડ-1, વર્ગ-3 તરીકે ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરી સાથે સતત મહેનત કરીને તેમણે પાંચમા પ્રયાસે UPSC જેવી કઠિન પરીક્ષા પાસ કરી છે. મિહિરે 2020માં વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં બી.ઈ. પૂર્ણ કર્યા બાદ અમદાવાદની SPIPA સંસ્થામાં પ્રવેશ લઈને UPSCની તૈયારી શરૂ કરી હતી. શિસ્તબદ્ધ અભ્યાસ, સકારાત્મક વિચારસરણી અને સતત પ્રયત્નોથી તેમણે આ સફળતા હાંસલ કરી છે. મિહિર પટેલની આ સિદ્ધિથી તેમના પરિવારજનો, મિત્રો અને સમગ્ર નવસારી જિલ્લામાં ખુશીની લાગણી ફેલાઈ છે. યુવાનો માટે તેમની સફળતા પ્રેરણારૂપ બની છે. 🎉 #UPSC2025 #NavsariPride #MihirPatel #GujaratUPSC #SuccessStory
Valsad news: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં વલસાડ પોલીસ જવાનોએ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મતદાન કર્યું.
Valsad news: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં વલસાડ પોલીસ જવાનોએ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મતદાન કર્યું. PB Facilitation at Valsad for Police #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024 @ECISVEEP @collectorvalsad @CEOGujarat pic.twitter.com/sZcJcoAwNi — District Election Officer Valsad (@DeoValsad) April 29, 2024 તારીખ:૨૯-૦૪-૧૦૧૪નાં દિને વલસાડ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં પોલીસ જવાનોએ પોલીસ કર્યું હતું જેમાં વલસાડના એસપી, ડીવાયએસપી, પીઆઇ અને પીએસઆઇ એ પણ મતદાન કર્યું હતું. લોકસભાની સામાન્ય ચૂંટણી વલસાડ જિલ્લા અને ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. વલસાડ લોકસભા બેઠક ઉપર ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીસ જવાનો માટે પોલીસ હેડ કવાટર ખાતે પોલીસ જવાનો માટે બેલેટ પેપર ઉપર મતદાન યોજાઈ રહ્યું છે. ત્રીજા તબક્કાની સામાન્ય ચૂંટણીનો પ્રારંભ બેલેટ પેપર વડે મતદાન યોજાઈ રહ્યું છે. પોલીસ જવાનો ચૂંટણીની ફરજ દરમ્યાન મતદાનથી વંચિત ન રહે તે માટે બેલ...