ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
ખેરગામ કુમાર શાળા ખાતે આનંદમેળો યોજાયો. તારીખ : ૨૦-૧૨-૨ ૦૨૩નાં દિને ખેરગામ કુમાર શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો. ખેરગામ કન્યાશાળામાં આનંદ મેળો યોજાયો. આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા ખાણીપીનીના વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. શાળામાં કુલ ૩૦ જેટલા જુદાજુદા સ્ટોલમાં બાળકો દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉંબાડીયું પાનીપુરી, વડાપાવ ભૂંગળા બટાકા સરબત મસાલાછાશ તરબૂચ ચાઈનીઝ ભેળ ખીચું મંચુરિયન કમરક વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. સ્ટોલનું સમગ્ર સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેળાના આયોજનથી બાળકને નાણાંકિય લેવક દેવળનું પ્રત્યક્ષ જ્ઞાનુ મળે નફો- ખોટ વિશે બાળક પ્રત્યક્ષ અનુભવ કરે. અને બાળકમાં આત્મ વિશ્વાસ પેદા થાય તે ઉદ્દેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ શાળાના SMC ના સભ્ય ખેરગામ કેન્દ્રશિક્ષકશ્રી/બીટ નિરીક્ષક પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ તેમજ શાળા આચાર્ય શ્રી ભરતભાઈ સુથાર તથા સ્ટાફગણ અને વાલીગણ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.