નવસારીનું ગૌરવ: મિહિર પટેલે UPSC CSE 2025માં AIR 709 મેળવી જિલ્લા નું નામ રોશન કર્યું. UPSC CSE 2025નું પરિણામ જાહેર થતાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાંદરખા ગામના યુવાન મિહિર રાજેન્દ્રભાઈ પટેલે ઓલ ઈન્ડિયા રેન્ક 709 મેળવી નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હાલ તેઓ સુરતના ઉધના ખાતે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ગ્રેડ-1, વર્ગ-3 તરીકે ફરજ બજાવી રહ્યા છે. સરકારી નોકરી સાથે સતત મહેનત કરીને તેમણે પાંચમા પ્રયાસે UPSC જેવી કઠિન પરીક્ષા પાસ કરી છે. મિહિરે 2020માં વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં બી.ઈ. પૂર્ણ કર્યા બાદ અમદાવાદની SPIPA સંસ્થામાં પ્રવેશ લઈને UPSCની તૈયારી શરૂ કરી હતી. શિસ્તબદ્ધ અભ્યાસ, સકારાત્મક વિચારસરણી અને સતત પ્રયત્નોથી તેમણે આ સફળતા હાંસલ કરી છે. મિહિર પટેલની આ સિદ્ધિથી તેમના પરિવારજનો, મિત્રો અને સમગ્ર નવસારી જિલ્લામાં ખુશીની લાગણી ફેલાઈ છે. યુવાનો માટે તેમની સફળતા પ્રેરણારૂપ બની છે. 🎉 #UPSC2025 #NavsariPride #MihirPatel #GujaratUPSC #SuccessStory
Khergam : ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષકને ૭૫માં પ્રજાસત્તાક દિને મળેલ બેવડું સન્માન. વાડ ખાતે યોજાયેલ ૭૫માં પ્રજાસત્તાક પર્વના દિને વાડ મુખ્ય શાળાનાં ઉપશિક્ષક શ્રી ધર્મેશભાઈ પટેલને ખેરગામ તાલુકા પંચાયત તરફથી તેમની વિશિષ્ટ કામગીરી બદલ તેમનું તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબના હસ્તે જ્યારે ખેરગામ કેન્દ્ર 'પ્રતિભાશાળી શિક્ષક'નું સન્માન વાડ ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આમ તેમનું બેવડું સન્માન કરવામાં આવ્યું હતું. તેમનાં વિશિષ્ટ કાર્યોમાં જિલ્લા કક્ષાએ ઇનોવેશનમા ભાગીદરી,વહિવટી ઓનલાઇન દરેક કામગીરીમાં ભાગીદારી, શાળા બાળકોને જરૂરિયાત મુજબ આર્થિક મદદ કરવી, શાળામાં બાળકોને પ્રોત્સાહિત કરવા વાલીસંમેલન,ધોરણ -૧ માં પ્રવેશ મેળવેલ બાળકોને સને -૨૦૨૨ ના વર્ષમાં લેમિનેટ 30 દેશી હિસાબ વિતરણ, શાળામાં વોલ પર લગાવેલ ફોર્મશીટના ફોટા માટે ૫૦૦૦/- નું દાન, શાળામાં સરસ્વતી માતાની ફોટો દાન, વર્ષ દરમ્યાન થતી વિવિધ પ્રવૃત્તિના લેમિનેશન ના ફોટા માટે ૨૨૦૦/- રૂનું દાન, શાળાનો લોગો બનાવવો, શાળામાં બાગ ...